વડોદરા રેલવે સ્ટેશન પર અમદાવાદ જમ્મુતાવી ટ્રેનમાં બોમ્બની હોવાની અફવાથી રેલવે પોલીસમાં દોડધામ મચી હતી. ટ્રેનની અંદર સીટ નંબર બી ફોર કોચના ૬૫ અને ૬૭ સીટ નીચે બોમ્બની હોવાની માહિતી મળી હતી.
અજાણ્યો મુસાફર બોમ્બ લઈને મુસાફરી કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ એલસીબી, આરપીએફને જાણ થતા ટ્રેન વડોદરા પહોંચતા ચેકિંગ હાથ ધર્યુ હતુ. જો કે કંઇ વાંધાજનક ન મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.