વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં SOGની ટીમે રેડ કરી અહીંના પરીન એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાંથી શંકાસ્પદ કેમિકલ ઝડપી લઈ એક ઇસમની ધરપડક કરી છે.
વિગતો મુજબ વડોદરા શહેરના બાવરી કુંભારવાડાના ગુજરાત વુડ કમ્પાઉન્ડ ખાતે આવેલા પરીન એન્ટરપ્રાઇઝમાં શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઉતારી તેનું વેચાણ કરવામાં આવી રહ્યા અંગેની વડોદરા શહેર SOGને બાતમી મળતા SOGની ટીમે રેડ કરતા ગોડાઉનમાં ભુરા રંગના 4 મોટા બેરલ મળી આવ્યા હતા જેની ચકાસણી કરતા તેમાં ઇથાઇલ એસીટેટ હોવાનું જણાઇ આવ્યું હતું.
આ કેમિકલ રંગવિહિન, ઝડપથી સળગીજાય તેવુ અને મીઠી વાસવાળો હતો.
બીજા એક બેરલની ચકાસણી કરતા તેમાં ટોલ્યુઇન હોવાનું જણાયું હતું. આ કેમિકલ રંગવિહિન, ઝડપથી સળગીજાય તેવુ અને અલગ જ પ્રકારની વાસ ધરાવતુ હતું.
વેપારી પાસે આ કેમિકલ વેચવા માટેના ખરીદ-વેચાણના બીલ કે, પુરાવા મળી નહિ આવતા પોલીસે ગોડાઉન માલિક કૃષ્ણકાંત પદમકાંત પરીખ (રહે.મકાન નં-6, ઠક્કરબાપા સોસાયટી, આયુર્વેદિક કોલેજ પાસે, પાણીગેટ, વડોદરા)ની ધરપકડ કરી હતી.
તપાસ દરમિયાન આજ આરોપી અગાઉ ભરૂચ, અંકેશ્વર અને રાજકોટમાં કેમિકલના ગુનામાં ઝડપાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે.