સુરતની ઘટના બાદ રાજ્યમાં ફાયર વિભાગ દ્વારા અનેક જગ્યાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના સમા સાવલી રોડ પર પેટ્રોલ પંપ પાસે ટેન્કરમાં આગ લગવાની ઘટના સામે આવી છે.
પેટ્રોલ પંપ પાસે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગના પગલે ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.