રાજ્યનાં વડોદરા શહેરનાં એરપોર્ટ પરથી એક ખાનગી કંપનીનાં એમ ડી લાખોની રકમ સાથે ઝડપાયા હતા. જેમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડોદરા એરપોર્ટ પર રવિવારે મુંબઈ વડોદરા ફ્લાઈટમા પ્રગતિ ગ્લાસ પ્રાઈવેટ લિમિટેડના એમડી દિનેશ ગુપ્તા લાખોની રકમ સાથે આવ્યા હતા.
જેમાં તેમની તપાસ કરતા તેમની પાસેથી અંદાજીત 10 લાખની રોકડ રકમ હતી. ત્યારે તેમને આ રકમ સાથે ઝડપાયા હતા. ત્યારે આ સમગ્ર મામલો આઈટી વિભાગ પાસે આવ્યો હતો. જેમાં આઈટી વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે તેમની કંપનીની ભરૂચની ઓફિસ અને મુંબઈ ઓફિસમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.ત્યારે તપાસ દરમ્યાન શું મળે છે તે હવે જોવનું રહ્યું.