ગુજરાત રાજ્યમાં ૫૦૦૦ થી વધુ કોરોના ના કેસ નોધાઇ ચુક્યા છે. ત્યારે વડોદરા શહેરમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે. આજ રોજ નોધાયેલા 26 કેસ બદ આજ પણ વડોદરા ખાતે 36 કોરોના ના કેસ સામે આવ્યા છે. વડોદરા માં કોરોના એ રેકોર્ડ તોડ્યો છે. 24 કલાકમાં 36 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે જે સાથે વડોદરા માં કુલ કોરોના આંક 386 પર પહોંચ્યો છે. કુલ 225 સેમ્પલમાંથી 36 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.
આજ રોજ જીલ્લામાં કોરોના ને કારણે વધુ એક મરણ નોંધાતા કોરોના થી કુલ 25 ના મોત થયા છે. જયારે જીલ્લામાં આજે વધુ 4 દર્દી કોરોનાથી મુક્ત થતા કોરોના મુક્ત આંક 146 પર પહોંચ્યો છે. શહેરમાં હજુ 665 લોકો કોરોન્ટાઇન છે. દરમિયાન પૂર્વ, ઉતર, પશ્વિમ અને દક્ષિણ ઝોનના 11 વિસ્તારમાં છેલ્લા 21 દિવસમાં એક પણ કેસ ન નોંધાતા રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોન હેઠળ મૂકવાનો મહાનગરપાલિકા કમિશનરે નિર્ણય લીધો છે.