વડોદરા પાસે આવેલા સિંધરોટ ચેકડેમ પાસેથી આજે સવારે એક યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસ તપાસ કરતા બંને પ્રેમી યુગલ હોાનું જાણા મળ્યું હતું. આ ઉપરાંત બંને પરણિત હોવાનો પણ ખુલાસો થયો હતો. પોલીસે આ મામલે બંનેના પરીવારને જાણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના ગણપતપુરા પાસે ખોડિયારનગરમાં રહેત પરણિત નિતેષ રણજીતભાઈ પરમાર અને પાદરા તાલુકાના જાસપુર ગામની કાજલ મહેશભાઈ જાદવનો મૃતદેહ મહી નદીના સિંધકોટ ચેકડેમ પાસેથી આજે સવારે 8 વાગ્યા આસપાસ મળી આવ્યો હતો. જેથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે એક મહીના પહેલા કાજલના લગ્ન થઈ ગયા હતા અને નિતેષ ફમ પરણિત હતો. તે ડ્રાંઈવીંગ કરીને પરિવાર ચલાવતો હતો. તેને એક સંતાન પણ છે. નિતેષ અને કાજલ છેલ્લા ઘણા સમયથી એકબીજાના ગળાડુબ પ્રેમમાં હતા. તેમના લગ્ન થઈ ગયા હોાવા છતા એકબીજાને ચાહતા હતા. તેમને હતું કે લગ્ન કરીને સાંસારીક જીવન જીવી શકાશે નહીં. આથી 17 જૂનના રોજ બંને ઘરેથી નીકળી ગયા અને મહી નદીમાં પોતાનું જીવન ટુંકાવી લીધું.