- સ્યાપ કેમેરાનું મેમરી કાર્ડ અશોક જેને પોતાના પાસે ન હોવાનું પોલીસને જણાવ્યું
- અશોક જૈનને પોલીસે સાથે રાખીને ગોવા અને લોનાવાલા સહિતના સ્થળોએ તપાસ માટે જશે તેવી સંભાવના
વડોદરાના હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનને પોલીસે સાથે રાખીને નિસર્ગ કોમ્પલેક્ષવાળા ફ્લેટમાં તથા વાસણા રોડ પર હેલીગ્રીન બિલ્ડીંગમાં લઇ જઇને અઢી કલાક સુધી રિકન્સ્ટ્રકશન કરાયું હતું. જ્યાં અશોક જૈને દ્વારા તમામ ચીજો ઓળખી બતાવી હતી. પીડિતા સાથેના વાઇરલ થયેલા ફોટા બતાવતા ની સાથે અશોક જૈને કહ્યું હતું કે હું પીડિતાની જોડે બેઠો હતો પણ મે કંઇ કર્યું ન હતું,
- અશોક જૈનના સ્પર્મ સહિત વાળ, લાળ, નખના સેમ્પલ લેવાયા
આ કેસના આરોપી અશોક જૈનને ગઈકાલે શુક્રવારે કોર્ટમાં રજૂ કરાતાં અદાલતે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. અમદાવાદ લઇ જઈ અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ કરાયો હતો, આરોપી અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે આરોપીના ત્રણ વખત પ્રયાસો કરવા છતાં તે પોટેન્સી ટેસ્ટ આપી શક્યો નહોતો. જેથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો અને ફરી પોટેન્સ્ટી ટેસ્ટ કરવા માં આવ્યું હતું. જયાં તેના સ્પર્મ સહિત વાળ, લાળ અને નખના જરૂરી સેમ્પલ લેવાયા હતા. રીકન્સ્ટ્રકશન માટે અશોક જૈનને નિસર્ગ કોમ્પલેક્ષના ફ્લેટમાં લઇ જવાયો
ત્યારબાદ બપોર સુધીમાં તેને વડોદરા લાવી પોલીસની ટીમે અશોક જૈનને સાથે રાખી નિસર્ગ કોમ્પલેક્ષના ફ્લેટમાં લઇ ગઇ હતી. ફ્લેટમાં અશોકની પૂછપરછ કરાઇ હતી અને ત્યાં તે અવાર નવાર અહી આવતો હોવાનું જણાવ્યું હતું. અશોક જૈને ફ્લેટની ચીજો પણ ઓળખી બતાવી. જોકે, તેણે પીડિતા સાથે દુષ્કર્મ કર્યું હોવાનો રટણ કરતો રહ્યો. પોલીસે વાઇરલ થયેલા ફોટા અશોક જૈનને બતાવતા તેણે કહ્યું હતું કે, તે પીડિતાની સાથે બેઠો હતો પણ તેણે કશું જ કર્યું નથી.
- સ્પાય કેમેરા ના મેમરી કાર્ડ અંગે પણ અશોકનો રટણ
યુવતીના ફ્લેટમાં મળેલા સ્પાય કેમેરા તથા મેમરી કાર્ડ અંગે પોલીસે અશોક જૈનની કડક પૂછપરછ કરી છે, પણ તેણે સ્પાય કેમેરો લગાવ્યો હોવાનો ઇન્કાર કરો મેમરી કાર્ડ પણ તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું. બંને આરોપીઓ સ્પાય કેમ અને મેમરી કાર્ડ માટે ઇન્કાર કરતાં રહસ્યં ગહેરાયો છે, સ્પાય કેમ કોણે લગાવ્યો તે અને મેમરી કાર્ડ કોની પાસે છે તે સહિતના ઘણાં મુદ્દાઓ પર તપાસ જારી છે.