વડોદરા ના ગોત્રી વિસ્તારના મકરંદ દેસાઇ રોડ વિસ્તારમાં રહેતા પ્રજ્ઞોશ પરમાર નામના યુવક સામે ફરિયાદ કરનાર બે સંતાનની માતાએ કહ્યું છે કે,બે વર્ષ પહેલાં અમારી વચ્ચે પરિચય થયા બાદ મોબાઇલની આપ લે કરી હતી અને ત્યારબાદ સંબંધ ગાઢ બન્યો હતો. યુવક ઘણી વાર મારા પતિની ગેરહાજરીમાં ઘેર આવી જતો હતો અને મારી સાથે શારીરિક સબંધ બાંધતો હતો.ઘણી વાર તે મારી પાસે જમવાનું બનાવતો હતો અને મારે ત્યાં ખાતો હતો અને કેટલીક વાર મધરાતે પણ તે ઘેર આવી જતો હતો.વારંવાર સબંધ બાંધનાર યુવકે મારા અશ્લિલ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. પીડિતાએ કહ્યું છે કે,મારા ફોટા અને વીડિયો બાબતે તકરાર થતાં મેં તેની સાથે સબંધ તોડી નાંખ્યો હતો અને તેનો મોબાઇલ નંબર પણ ડિલિટ કર્યો હતો.આમ છતાં તે મેસેન્જરથી મેસેજો મોકલતો હતો.બે મહિના પહેલાં પણ તેણે વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી રાતે દોઢ વાગે મારી મરજી વિરૃધ્ધ દુષ્કર્મ આચર્યું હતું.પ્રજ્ઞોશ પરમારે મને કહ્યું કે જો, “તું મારી નહીં બને તો કોઇની નહીં થવા દંઉ” આવી ધમકી આપતાં આખરે ગોત્રી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે.
