પાદરા પાસે આવેલા મહુવડ-રણુ ગામ વચ્ચે ડમ્પર અને આઇશર વચ્ચે અકસ્માત થતા 12 લોકોના મોત થયા છે. ડમ્પરની ટક્કરથી આઈશરનો ભુક્કો બોલી ગયો હતો અને આઈશરમાં બેઠેલા 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 6 લોકોના બાદમાં મોત થયા છે. જ્યારે 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને પાદરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, વડોદરાના પાદરાના રણું મહુવડ રોડ પર ટ્રક અને આઈસર વચ્ચે મોડી અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયાની માહિતી મળી રહી છે. જ્યારે અન્ય 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, આઈસરના કચર ઘાણ બોલી ગયો હતો, અને તેમાં સવાર લોકોના મોત થયા છે. મેઈન રોડ પર અકસ્માત સર્જાતા થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.