વડાદોરાના પોલીસ કમિશનર અનુપસિંઘ ગેહલોતનીદ્વારા એ.ટી.એસ. ચાર્ટરની કામગીરી ઉપરાંત નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા તેમજ દારૂ જુગારની પ્રવૃતિ કરવાવાળા અસામાજીક તત્વો ની પ્રવૃતિ ઉ૫ર વોચ રાખી, અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. પોલીસ કમિશનરની સૂચનાના આધારે વડોદરા એસઓજીનાં પીઆઈ એચ.એમ.ચૌહાણની દોરવણી હેઠળ ટીમ એસ.ઓ.જી. દ્વારા બીગ બેસ સીરીઝની ઓસ્ટ્રેલિયા ખાતે રમાઇ રહેલી ટી-20 ક્રીકેટ મેચનો મારુતિ બ્રેજા ગાડીમાં હરતા ફરતા ક્રિકેટ મેચનો સટૃો રમી રમાડતા સટોડીયાને ઝડપી પાડ્યો હતો.
એસ.ઓ.જી.ના પો.કો.જયેશકુમાર કાળુભાઇને બાતમી મળી હતી “ચાણકયપુરી ,ન્યુ સમા રોડ,વડોદરા ખાતે રહેતો નરેશ શોભારામ નવલાણી ,પોતાના આર્થિક ફાયદા માટે ઓસ્ટ્રેલિયા ખાતે રમાઈ રહેલિ બીગબેસ સીરીઝની રમાઇ રહેલ ટી-ર૦ ક્રીકેટ મેચનો તેની મારુતિ બ્રેજા ગાડી નં-GJ-6,LS-2774માં હરતા ફરતા મો.ફોન ઉપર ગ્રાહકો પાસે હારજીતનો સટૃો લઇ સટૃા બેટીંગ કરે છે અને હાલમાં તે ઉપરોકત કારમાં વારશીયા રીંગ રોડ ,શીવ વાટીકા પાર્ટી પ્લોટ પાસે ઉભી રાખી સટ્ટો લઇ રહ્યો છે.”‘ આ બાતમીના આધારે એસઓજીના એ.એસ.આઈ સલીમ અબ્દુલ ગની,હે.કો.હેમંત તુકારામ,પો.કો.રણજીતસિંહ નારણભાઇ, પો.કો.ગોપાલસિંહ પ્રતાપસિંહ તથા પો.કો.જયેશકુમાર કાળુભાઇનાઓએ વારશીયા રીંગ રોડ ,શીવ વાટીકા પાર્ટી પ્લોટ પાસેથી મારુતિ બ્રેજા ગાડી નં-GJ-6,LS-2774માંથી નરેશ શોભારામ નવલાણી રહે. મ.નં-202, મનોરથ ફલેટ,ચાણકયપુરી ,ન્યુ સમા રોડ,વડોદરાનાને બીગ બેસ ટી-20 સીરીઝ ક્રીકેટ ટુર્નામેન્ટનો સેસનનો તથા મેચનો મો.ફોન ઉપર હાર જીતની સટૃો રમી રમાડી,સટૃો લખેલ સાહિત્ય તથા અંગ ઝડતીના રુપિયા 13,910તથા જુગાર રમવાના સાધનો મો.ફોન નંગ-4 કિ.રુ. 21,800 કેલશી તથા બોલપેન તથા મારુતિ બ્રેજા કાર સહીત કુલ 10,35,810ના મુદામાલ સાથે પકડી ક્રિકેટ સટૃો રમનાર કોડવર્ડવાળા ગ્રાહકો તથા બુકી તમામ વિરુધ્ધમાં જુગાર ધારા કલમ -3(2),12 (અ) મુજબ વારશીયા પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવી તપાસ હાથ ધરેલ છે.
આ અગાઉ નરેશ શોભારામ નવલાણી અગાઉ ડુપ્લીકેટ સર્ટીફીકેટ બનાવવાના ગુનામાં જવાહરનગર પો.સ્ટે.માં તેમજ ક્રીકેટ સટૃાના ગુનાઓમાં ડી.સી.બી.પો.સ્ટે.માં પકડાયેલ છે.