સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં નશીલા પદાર્થનો વેપલો ચાલી રહ્યો છે. વડોદરામાંથી છાસવારે નશીલા પદાર્થો મળવાની ઘટના બનતી હોય છે. વડોદરામાં હરણી પોલીસે નશીલા પદાર્થના જથ્થા સાથે બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે બાતમીના આધારે હરણી પોલીસે શહેરના બે મહિલાઓને ગાંજાના જથ્થા અને માદક પદાર્થોના જથ્થા સાથે ઝડપી પાડી હતી. જેમાંથી ગોલ્ડન ચોકડી પાસેથી સંગીતા પટેલ નામની મહિલા પાસેથી 6 કિલો ગાંજો જપ્ત કર્યો છે. પકડાયેલો ગાંજાનો જથ્થો પાણીગેટ ખાતે રહેતી ફરીદા હુસેનને આપવાનો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, માદક પદાર્થોનો જથ્થો દેવગઢ બારીયાના ભીમસિંગ નામના વ્યક્તિએ સપ્લાય કર્યો હતો. ગાંજાના જથ્થા સાથે પકડાયેલી બંને મહિલા અને પોલીસ પકડથી દૂર એવા ઇસમ સહિત ત્રણ લોકો સામે NDPSના એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.