રાજયના ઘણા એરપોર્ટ પર ગાય અને પક્ષીઓના અક્સ્માતના ગુનાઓ બનતા જતા હોય છે.ત્યારે વડોદરામાં આવેલ હરણી હવાઈ મથકમાં
ઘણા કબૂતરોને પકડવા માટે 1000 રુપિયાનો ઈનામ જાહેર કરવામાં આવ્યા છે. સત્તાધીશોએ જાહેરાત કરી છે કે જે કોઈ વ્યક્તિ કબૂતરોને માર્યા વગર કે નુકસાન પહોંચાડ્યા વગર 16 કબૂતર પકડી પાડશે તેને પુરસ્કાર પણ આપવામાં આવશે.
વડોદરાના હરણી ઍરપૉર્ટ બન્યા બાદ કેટલીક ખુલ્લી જગ્યામાંથી ઍરપૉર્ટ બિલ્ડિંગના અંદરના ભાગે કબૂતર આવી ગયાં છે . જે જગ્યા શોધી કબૂતરની એન્ટ્રી બંધ કરાઇ છે. આ કબૂતરોના કારણે એરપોર્ટ પર ભારે ગંદકી પણ જાવા મળી રહી છે, જેથી તેને બહાર કાઢવા માટે ઍરપૉર્ટ ઓથોરિટીની મદદ કરવા જણાવાયું છે.