વડોદરાના દિવાળીપુરામાં આવેલી વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં અફરાતફરી મચી ગઈ છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમમાં પત્ર લખીને કોર્ટેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ધમકીભર્યો પત્ર મળતાં જ પોલીસ એક્અશનમાં આવી ગઈ છે અને ક્રાઈમબ્રાન્ચ, SOG સહિતનો પોલીસકાફલાને જાણ કરી દેવામાં આવી છે. અજાણ્યા શખ્સે હિન્દી ભાષામાં આ ધમકીભર્યો પત્ર લખ્યો હતો. ધમકીભર્યો પત્ર મળતાં જ પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી.
બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં કોર્ટ સંકુલની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. તો કોઈ શંકાસ્પદ વ્યક્તિ અને વસ્તુ કોર્ટની અંદર ન જાઈ તે માટે પોલીસે તકેદારીનાં તમામ પગલાં લઈ લીધા છે. તો આ પત્ર કોઈ ટીખણખોર દ્વારા લખાયો છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.