વૈભવ સૂર્યવંશીનું ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ નક્કી! શું સૂર્યકુમાર યાદવની ખુરશી જોખમમાં

4 Min Read

વૈભવ સૂર્યવંશીનું ઈન્ડિયા ડેબ્યૂ: શું 15 વર્ષનો આ ખેલાડી સૂર્યકુમાર યાદવની ખુરશી જોખમમાં મૂકશે?

ભારતીય ક્રિકેટમાં જ્યારે પણ કોઈ પ્રતિભાશાળી ખેલાડી ઉભરી આવે છે, ત્યારે ઉત્સાહની સાથે સાથે વિવાદો અને ચર્ચાઓનું બજાર પણ ગરમ થઈ જાય છે. હાલમાં કંઈક આવું જ 15 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને લઈને જોવા મળી રહ્યું છે. IPL 2026 માં વિશ્વના દિગ્ગજ બોલરોની લાઇન-લેન્થ બગાડનાર આ કિશોર હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આંગણે ટકોરા મારી રહ્યો છે. BCCI ના પસંદગીકારો તેના ડેબ્યૂ માટે “પક્કો ઇરાદો” કરી ચૂક્યા છે, પરંતુ આ નિર્ણય ભારતીય ટીમમાં એક નવા વિવાદ અને મોટી ચર્ચાને જન્મ આપી શકે તેમ છે.

આયર્લેન્ડ પ્રવાસ અને વીઝાની તૈયારીઓ

તાજેતરના અહેવાલો મુજબ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ આયર્લેન્ડ સામેની આગામી T20 શ્રેણીમાં લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. BCCI ના લોજિસ્ટિક્સ વિભાગે પસંદગીકારો પાસે 35 ખેલાડીઓની યાદી માંગી છે, જેથી સમયસર તેમના આયર્લેન્ડના વીઝાની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય. નિયમ મુજબ, આયર્લેન્ડમાં પ્રવેશવા માટે યુકેના વીઝા પૂરતા નથી, તેથી અલગ આયરિશ વીઝાની જરૂર પડે છે. આ યાદીમાં વૈભવનું નામ હોવું એ સ્પષ્ટ સંકેત છે કે પસંદગીકારો તેને ભવિષ્યના સુપરસ્ટાર તરીકે જોઈ રહ્યા છે અને તેને જલ્દીથી જલ્દી ટીમમાં સામેલ કરવા માંગે છે.

- Advertisement -

vaibav.jpg

ઓપનિંગની ગૂંચવણ: કોને બહાર બેસાડશો?

વૈભવ સૂર્યવંશી માટે રસ્તો સાફ કરવો એ પસંદગીકારો માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. ભારત પાસે હાલમાં ઓપનિંગ માટે ત્રણ મજબૂત અને ફોર્મમાં રહેલા વિકલ્પો છે: અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઈશાન કિશન. આ ત્રણેય ખેલાડીઓએ T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ફાઈનલમાં અડધી સદી ફટકારીને ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

- Advertisement -

યશસ્વી જયસ્વાલ જેવો આક્રમક ઓપનર પણ લાઈનમાં છે. જો વૈભવને ટીમમાં લેવામાં આવે છે, તો આમાંથી કોઈ એક સ્થાપિત ખેલાડીને બહાર કરવો પડશે. શું માત્ર 15 વર્ષના ખેલાડી માટે વર્લ્ડ કપના હીરોને પડતા મૂકવા યોગ્ય ગણાશે? આ સવાલ અત્યારે ક્રિકેટ જગતમાં ગુંજી રહ્યો છે.

સૂર્યકુમાર યાદવ પર વધતું દબાણ

આ સમગ્ર વિવાદમાં સૌથી મોટું નામ જે ચર્ચામાં આવ્યું છે તે છે કેપ્ટન સૂર્યકુમાર યાદવ. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો વૈભવ સૂર્યવંશીને ટીમમાં લાવવા માટે અભિષેક શર્મા કે સંજુ સેમસન જેવા ફોર્મમાં રહેલા ખેલાડીને બહાર કરવામાં આવશે, તો સીધો સવાલ સૂર્યાના પોતાના ફોર્મ પર ઉઠશે.

આંકડા જોઈએ તો સૂર્યકુમાર યાદવનું ફોર્મ છેલ્લા કેટલાક સમયથી ચિંતાનો વિષય રહ્યું છે. 2024 ના વર્લ્ડ કપથી લઈને 2025 ના અંત સુધી, સૂર્યાએ 28 ઇનિંગ્સમાં માત્ર 17.9 ની સરેરાશથી રન બનાવ્યા છે. જોકે તેણે ન્યુઝીલેન્ડ અને USA સામે કેટલીક સારી ઇનિંગ્સ રમી હતી, પરંતુ ત્યારબાદ ફરી તેની બેટ શાંત થઈ ગઈ છે. છેલ્લી 12 ઇનિંગ્સમાં (IPL 2026 સહિત) તેની સરેરાશ માત્ર 22 ની રહી છે. જો પસંદગીકારો યુવા લોહીને પ્રાધાન્ય આપવા માંગતા હોય, તો ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા કેપ્ટન પર પણ તલવાર લટકી શકે છે.

- Advertisement -

vaibav1.jpg

પસંદગીકારોની દ્વિધા: પ્રદર્શન કે પ્રતિભા?

એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું હતું કે, “વૈભવ તૈયાર છે, પરંતુ તેને ટીમમાં લેવા માટે પસંદગીકારોએ નક્કર કારણો આપવા પડશે. જો તમે રન બનાવી રહેલા ખેલાડીઓને પડતા મૂકો છો, તો ચાહકો અને નિષ્ણાતો ચોક્કસ પૂછશે કે તો પછી સૂર્યા કઈ રીતે ટીમમાં છે?” આ પરિસ્થિતિ કેપ્ટન અને પસંદગીકારો બંને માટે અસહજ બની શકે છે. શું ભારતીય ક્રિકેટમાં ‘નમો-નમો’ (નવાને મોકો) ની નીતિ હેઠળ જૂના દિગ્ગજોને સાઈડલાઈન કરવામાં આવશે?

એશિયન ગેમ્સ: ડેબ્યૂ માટેનો બીજો વિકલ્પ

જો આયર્લેન્ડ શ્રેણીમાં વાત ન બને, તો સપ્ટેમ્બરમાં જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ વૈભવ સૂર્યવંશી માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાબિત થઈ શકે છે. એ જ સમયે ભારતની મુખ્ય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરેલું શ્રેણી રમી રહી હશે. આવી સ્થિતિમાં ભારત બે અલગ-અલગ ટીમો મેદાનમાં ઉતારી શકે છે, જેમાં એશિયન ગેમ્સમાં વૈભવ જેવા યુવા ખેલાડીઓને અજમાવવાની સુવર્ણ તક હશે.

TAGGED:
Share This Article