Valsad 15 દિવસ સુધી વલસાડનાં આ રૂટ પર ભારે વાહનો પર પ્રતિબંધ, સુરતથી વલસાડ અને વાપીથી વલસાડ આવતા વાહનો માટે ડાયવર્ઝન, આ રસ્તાઓનો ઉપયોગ પ્રતિબંધિત

3 Min Read
valsad diversion
Valsad વલસાડ શહેરમાં ડામર રોડની જગ્યાએ સી.સી. (સિમેન્ટ કોન્ક્રીટ) રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય તે માટે રેલ્વે ઓવરબ્રીજ-આર.પી.એફ. ગ્રાઉન્ડથી કલ્યાણ બાગ સુધી ભારે વાહનો પર દિવસ દરમિયાન પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વલસાડનાં આર.પી.એફ. ગ્રાઉન્ડથી કલ્યાણ બાગ સુધી ભારે વાહનો પર દિવસ દરમિયાન પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમ 1-10-2025 થી 15-10-2025 સુધી અમલમાં રહેશે.
વલસાડનાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાએ અધિનિયમ-1951 ની કલમ-33ની પેટા કલમ-1 (બી) અન્વયે મળેલી સત્તાની રૂએ, કાર્યપાલક ઇજનેર (મા×મ) વિભાગ, વલસાડની દરખાસ્ત મુજબ રેલ્વે ઓવરબ્રિજ-આર.પી.એફ. ગ્રાઉન્ડથી કલ્યાણ બાગ સુધી સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ મુકવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ સમય દરમિયાન આ રસ્તાઓ પરથી ભારે વાહનો માટે આવન-જાવન માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટ્રાફિક નિયમન અને કાયદો અને વ્યવસ્થાને લક્ષમાં રાખી આથી નીચે જણાવ્યા અનુસારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
valsad news
પ્રતિબંધિત રસ્તાઓ
વલસાડ રેલ્વે ઓવરબ્રિજ-આર.પી.એફ. ગ્રાઉન્ડથી કલ્યાણ બાગ સુધીના માર્ગ ઉપરથી સવારે 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી ભારે વાહનોના આવન-જાવન માટે પ્રતિબંધિત માર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
જાહેરનામામાંથી મુક્તિ
આ જાહેરનામામાંથી તમામ પ્રકારની એમ્બ્યુલન્સ તથા શબવાહિની, GSRTCની સરકારી બસો તથા અન્ય સરકારી વાહનો, સ્કૂલ તથા કોલેજની બસો, ફાયર બ્રિગેડના વાહનો તેમજ રોડ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા વાહનોને મુક્તિ આપવામાં આવે છે.
ડાયવર્ઝન-પ્રતિબંધિત રૂટની વિગત 
સુરતથી વલસાડ તરફ આવતા ભારે વાહનો
દિવસ દરમ્યાન ભારે વાહનો ને.હા.નંબર-48 કુંડી ફાટક ચોકડી (રેલ્વે ઓવર બ્રિજ નં.-101) થી લીલાપોર ચોકડી સુધી આવી શકશે પરંતુ વલસાડ શહેરમાં પ્રવેશ કરી શકશે નહી.
 દિવસ દરમિયાન ભારે વાહનો ને.હા.નં 48 સરોધી ચોકડી (રેલ્વે ઓવર બ્રિજ નં.-100) થી
ડિસ્કાર્ડેડ રોડ થઇ વલસાડ શહેરતરફ આવી શકશે નહિ.
દિવસ દરમ્યાન ભારે વાહનો ને.હા.નં 48 સરોધી ચોકડી નાની સરોણ યુ.પી.ઢાબા હોટલ (રેલ્વે
ઓવર બ્રિજ નં.-99) થી ડિસ્કાર્ડેડ રોડ થઈ વલસાડ શહેર તરફ આવી શકશે નહિ.
વાપીથી વલસાડ તરફ આવતા ભારે વાહનો માટે 
દિવસ દરમ્યાન ભારે વાહનો અતુલ પારનેરા રોડથી વશીયર-ડી માર્ટ (રેલ્વે ઓવર બ્રિજ નં.-47)
થી સેગવી થઈ તિથલ તરફ જઈ શકશે પરંતુ વલસાડ શહેરમાં પ્રવેશ કરી શકશે નહિ.
ધરમપુર થી વલસાડ તરફ આવતા ભારે વાહનો માટે
દિવસ દરમ્યાન ધરમપુર ચોકડી થઈ વલસાડ શહેર તરફ આવતા ભારે વાહનો ધરમપુર ચોકડી
સુધી જ આવી શકશે. વલસાડ શહેરમાં પ્રવેશ કરી શકશે નહિ.
Share This Article