વલસાડ રેલવે ના મૈત્રી હોલમાં કોરોન્ટીનમાં મુકાયેલા સંભવિત કોરોના ના લક્ષણો ધરાવતા પાયલોટ નિયમોનો છેડેચોક ભંગ કરી વલસાડ ના બજારમાં ખરીદી કરવા નીકળી પડયા બાદ આ મેટર ને ગંભીરતા થી લેવામાં આવી નથી ત્યારે આગામી સમય માં જો રખડનારા પોઝીટીવ આવ્યા તો વલસાડ ની બૂમ પડી જવામાં કોઈ રોકી નહીં શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે રેલવે ની બેદરકારી કહો કે બીજું કંઈ પણ કોરોન્ટાઇન કરેલાઓ ને બોડી ઉપર સિક્કા ઠોકી દેવામાં આવતા હોય છે અને જાહેર માં ફરવાની છૂટ આપવામાં આવતી નથી ત્યારે આ કોરોન્ટાઇન થયેલો પાઇલટ બિન્દાસ વલસાડ માં ફરવા નીકળી પડ્યો હતો જેની સામે કોઈ ગંભીર નહિ હોવાની વાત સામે આવી રહી છે આ અંગે એઆરએમ ને જાણ થતાંજ બન્ને પાઇલોટ ને પુરી દેવાયા હતા જેઓનાં રિપોર્ટ આવવાના બાકી છે. વિગતો મુજબ મુંબઈના વસઈ ખાતે રહેતા 2 પાયલોટને એપ્રિલના રોજ માલગાડી લઈને વલસાડ આવ્યા હતા અને તેમના વિસ્તાર વસઇ માં કોરોનાના પોઝિટીવ કેસો મળી આવ્યા હોઈ વલસાડ રેલવે સ્ટેશન પર આવતા બંને પાયલોટને સાવચેતી ના ભાગરૂપે રેલવે હોસ્પિટલમાં તપાસ માટે મોકલી આપી બંને પાયલોટને મૈત્રી હોલમાં કોરોન્ટીનમાં રહેવા સૂચના આપવામાં આવી હતી જોકે રવિવારે પાયલોટ કોરેન્ટાઇનનો ભંગ કરીને વોચમેન સાથે વલસાડના બજારમાં ખરીદી માટે ખુબજ રખડયા હતા આ અંગે મૈત્રી હોલની બાજુમાં રહેતા રેલવે કર્મચારીઓને ઘટનાની જાણ થતા તેઓ ભયભીત બન્યા હતા અને બન્ને ને રૂમ માં તાળું મારી પુરી દેવાની વાત બહાર આવી છે કોરોન્ટાઇન કરેલાઓ નો રિપોર્ટ આવવાનો બાકી છે ત્યારે જો પોઝીટીવ આવશે તો વલસાડ ઉપર આફત સાબિત થશે તેમ મનાઈ રહ્યું છે ત્યારે આ એક ગંભીર મામલો છે અને અફવા કે અનુમાન નથી જે અંગે તંત્ર ની ફરજ બને છે કે તેનું અપડેટ લેવામાં આવે તે જરૂરી છે હાલ માં કોઈ લક્ષણ વગર પણ કોરોના પોઝીટીવ નોંધાઇ રહ્યા છે ત્યારે આ લોકો ની મહારાષ્ટ્ર ની હિસ્ટ્રી હોય ક્યાં ક્યાં ગયા તે અંગે તપાસ થાય તે જરૂરી છે.
