આજે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદીનની ઉજવણીના ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. જેમાં વડાપ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે આના કારણે આદિવાસીઓને રોજગાર મળશે. બીજી તરફ સુરતના કોસંબામા આદિવાસીઓએ બંધનું એલાન આપ્યું હતુ અને રસ્તા પર ચક્કાજામ કરી દીધું હતુ.
સુરતના કોસંબામાં નેશનલ હાઈવે 48 પર આદિવાસીઓ ઉતરી આવતા ચક્કાજામ કર્યો હતો. હાઈવેના બંને બાજુના રોડ પર ઉતરીને તેમણે ટાયરો સળગાવી મોટી સંખ્યામાં વિરોધ નોંધાવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિકાસના નામે આદિવાસીઓ જંગલોના વિનાશના વિરોધમાં તથા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ના નામે આદિવાસીઓનું વિસ્થાપન અટકાવવા ગુજરાતના આદિવાસી વિસ્તારના તમામ જિલ્લાઓમાં એલાનમાં કરાયેલા બંધના એલાનમાં ભાલીસ્થાન ટાઈગર સેના તથા આદિવાસી એકતા પરિષદે જોડાવવાનું એલાન કર્યું હતુ