ઉમરગામના બિલ્ડરનું કારમાં ચાર ઈસમો દ્વારા કરાયેલા અપહરણ પ્રકરણ માં પોલીસે મહારાષ્ટ્ર થી અપહરણકરો ના હાથ માંથી બિલ્ડર ને હેમખેમ છોડાવ્યા હતા અને આઠમા દિવસે અપહત બિલ્ડર પોતાના ઘરે પહોંચતા પરિવારજનો એ રાહત નો દમ લીધો છે, પોલીસે આ ઘટના માં સાત જેટલા ઈસમો ની અટકાયત કરી હતી.
વિગતો મુજબ ઉમરગામના અકરામારૂતિ નજીક દયાળપાર્ક બંગલા માં રહેતા અને આ વિસ્તારના જાણીતા બિલ્ડર જિતુભાઇ પટેલ (ઉ.વ.45)નું ગત 22મી માર્ચની રાત્રીએ બે કારમાં આવેલા ચાર અજાણ્યા ઇસમો અપહરણ કરી ગયા હતા. અપહ્ત બિલ્ડરને અપહરણકારો ની ચુંગાલમાંથી છોડાવવા માટે જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ની ટિમો કામે લાગી હતી અને સીસી ટીવી ફૂટેજ,મોબાઈલ લોકેશન ના આધારે તાગ મેળવી તમામ એજન્સી અને ટીમો કામે લાગી હતી અને આખરે તેમાં સફળતા મળી હતી અને બિલ્ડર નો હેમખેમ છુટકારો થયો હતો
બિલ્ડર જીતુ પટેલ મિત્રો સાથે રોજની માફક રાત્રીએ મળીને ઘરે દયાળપાર્ક ખાતે પહોંચવાના 200 મીટર અંતરે જાહેર માર્ગ ઉપર તેમની કાર સામે કાર ઉભી કરી દઈ ફિલ્મી સ્ટાઇલ થી જીતુભાઈ નું અજાણ્યા ઈશમો અપહરણ કરી ગયા મામલે પોલીસે આઠમા દિવસે ગુનેગારો નું પગેરું મેળવી લઈ સ્થાનિક પોલીસ ની મદદ થી સંયુક્ત અભિયાન હાથ ધરી બિલ્ડર ને છોડાવી અપહરણકારો ને ઝડપી લીધા હતા.
વિગતો મુજબ પોલીસે ચોક્કસ બાતમી ના આધારે તા.29-30-3-2021 ના રોજ મોડી રાત્રે અપહત જીતુ પટેલ ને મહારાષ્ટ્ર ના રત્નાગીરી થી હેમખેમ બચાવી લેવાયા હતા અને સાત અપહરણકારો ને દબોચી લીધા હતા.
આ અપહરણ હાલ જેલ માં રહેલા કુખ્યાત ચંદન સોનાર ના સાગરીતો પપ્પુ ચૌધરી,દિપક ઉર્ફે અરવિંદ યાદવ,અજમલ હુસેન અન્સારી,અયાઝ,મોબિન ઉર્ફે ટકલ્યા, ઇશાક મુજવર,જીતનેશ કુમાર ઉર્ફે બબલુ કુમાર યાદવ ને ઝડપી લીધા હતા આ ઈસમો છેલ્લા દોઢ માસ થી રેકી કરતા હોવાનું ખુલ્યું છે અને રૂ. 30 કરોડ ની ખંડણી માંગતા હોવાનું ખુલ્યું છે. આ ઇસમો પાસે થી એક પિસ્તોલ, બે મેગેજીન,8 મોબાઈલ તેમજ સીમકાર્ડ કબ્જે લેવામાં આવ્યા હતા.
તેમજ બે કાર હોન્ડા સિટી અને ફોર્ચ્યુનર કે જે દિલ્હી થી ચોરી કરેલી મળી આવેલ છે સાથેજ બનાવટી 6 નમ્બર પ્લેટ બનાવટી આધાર કાર્ડ પણ કબ્જે લેવાયા છે. આ કેસ માં જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ પો.ઈ. વી.બી. બારડ તથા એસ.ઓ.જી. ટીમ , પો.ઈ. જે.એન. ગૌસ્વામી તથા એલ.સી.બી. ટીમ , પો.ઈ. વી.એચ. જાડેજા , પો.ઈ. બી.જે. સરવૈયા , પો.ઈ. વી.જી. ભરવાડ , પો.ઈ. વી.ડી. મોરી સહિત ની ટીમતેમજ સુરત રેન્જના અધિકારીઓ , ગુજરાત એ.ટી.એસ. , સુરત શહેર પ્રાઈમ બ્રાન્ચ , સુરત શહેર એસ.ઓ.જી.તથા મીરા ભાયંદર શહેર કાઈમ બ્રાન્ચના અધિકારીઓ તથા તેમની ટીમ વલસાડ જીલ્લા પોલીસ સાથે તપાસમાં જોડાયેલ હતી . આમ , સમગ્ર ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો અને મહારાષ્ટ્ર પોલીસના સંકલનથી ઓપરેશન પાર પડાયું હતું.
