વલસાડ જિલ્લા માં કોરોના એ એન્ટ્રી કર્યા બાદ અહીં તંત્ર એકશન મોડ માં છે અને હાલ નવા કેસો આવતા અટકી જતા રાહત નો શ્વાસ લીધો છે ત્યારે ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામનો 36 વર્ષીય યુવકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી શંકાસ્પદ કેસ સાથે પરિવારે તાત્કાલિક 108ની મદદ મેળવી સારવાર માટે ભીલાડસરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ માં ખસેડવામાં આવ્યો હતો. ગુડ્ડુ ગુપ્તા નાશનો બંધાણી હોવાથી તેનું લીવર કામકારતું બંધ થઇ ગયું હતું. જેથી તાત્કાલિક ગુડ્ડુને સિવિલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેના કોરોનાના સેમ્પલ લઈને આઇસોલેશન વોર્ડમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જેના રિપોર્ટ ની રાહ જોવાતી હતી દરમ્યાન મૃતક નો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર માં હાશકારો થયો હતો
