વલસાડ જિલ્લા માં હાલ કોરોના નો માહોલ છે ત્યારે સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ એક યુવક ને બુધવારે સાંજે શ્વાસ લેવામાં તકલીફ થતા કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થવાની ઘટના પ્રકાશ માં આવી છે .જોકે આ યુવક ના કોરોનાના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ જાણી શકાશે.
વિગતો મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામ ના 36 વર્ષીય, ગુડ્ડુ રામ અવતાર ગુપ્તા નામના યુવક ને બુધવારે મોડી સાંજે બંને પગમાં સોજા આવવા સાથે શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તાત્કાલિક 108ની મારફતે ભીલાડ PHCમાં સારવાર માટે ખસેડાયો હતો જ્યાંથી વલસાડ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો.તપાસ માં યુવકના લીવર ફેલ થઇ ગયાનું જણાયું હતું. જેથી શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. આઇસોલેશન વોર્ડમાં કોરોનાની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. સિવિલના આઇસોલેશન વોર્ડમાં સારવાર દરમિયાન ગુડ્ડુ ગુપ્તાનું મૃત્યુ થયું હતું. ગુડ્ડુ ગુપ્તાના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. વલસાડ સિવિલની લેબમાં સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે. યુવકના કોરોનાના રિપોર્ટ ગુરૂવારે સવારે આવશે. ત્યારે મોટ ની સાચી માહિતી બહાર આવશે
