ઉમરગામ તાલુકા મામલતદાર કચેરી એક ખંડેર બની ગઇ છે અને અહીં લટકી રહેલા ખુલ્લા વીજવાયર અહીં આવતા અરજદારો નો ભોગ લે તેવી ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. ઉમરગામ તાલુકા મામલતદાર કચેરીમાં મધ્યાન ભોજન અને ઈ-ધારા વિભાગમાં ખુલ્લા વીજવાયર અરજદારો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે હાલ ચોમાસા ની સિઝન હોવાથી વરસાદી પાણી પણ કચેરીમાં ટપકતું જોવા મળે છે કચેરીની દિવાલોમાં પણ ભેજ અને પોપડા ઉખડી ગયેલા હોય જેને કારણે અહીં કામ કરતા કર્મચારીઓ અને અરજદારો ના જીવ સામે જોખમ ઉભું થયું છે જોકે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ જીવ ના જોખમે પોતાની ફરજ બજાવવા મજબુર બન્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરગામ મામલતદાર કચેરીના નિર્માણ માટે અગાઉ આશરે 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો કેટલાક કારણોસર મામલતદાર કચેરી નું નિર્માણ કાર્ય ઘોંચમાં પડતાં જર્જરિત કચેરી માં ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તેવા એધાણ જોવા મળી રહ્યા છે ત્યારે તે પહેલાં જવાબદારો જાગે તે જરૂરી બન્યું છે .
