વલસાડ જિલ્લા ના ઉમરગામ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમય થી પોલ્યુશન ની ફરિયાદ ઉઠી છે ત્યારે અગ્રણી નીજ કંપની પ્રદૂષણ ફેલાવતી હોવાનું સામે આવતા તેની પરવા કર્યા વગર સબંધીતો એ કંપની ના વીજ અને પાણી ના જોડાણ કાપી નાખતા પ્રદૂષણ ફેલાવતા તત્વો માં ભારે ફફડાટ ફેલાયો છે.
તપાસ દરમ્યાન ઉમરગામની સી.એસ. કોમ્પોનેન્ટ કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવાતું હોવાનું ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ હોર્ડના અધિકારીઓને ધ્યાને આવતા આ કંપનીને ક્લોઝર ફટકારી તાત્કાલિક અસરથી વીજ અને પાણીનું જોડાણ કાપી નાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યુ છે. ઉમરગામ જીઆઇડીસીની સી.એસ. કોમ્પોનેન્ટ નામક એન્જિનિયરીંગ કંપની દ્વારા કંપનીમાંથી પ્રદુષિત ફીલ્ટર કર્યા વગરજ પાણી સીધુ છોડવામાં આવી રહ્યું હતું જે બાબત ગુજરાત પોલ્યુશન બોર્ડને ધ્યાને આવતા કંપની ને નોટિસ ફટકારવા માં આવી હતી, છતાંપણ કંપનીએ મચક આપી ન હતી અને પ્રદૂષણ ફેલાવામાં આવી રહ્યુ હતું જેથી જી.પી.સી.બી. સરીગામ દ્વારા કંપની સામે કડક પગલાં ભરી ક્લોઝર ફટકારી તાત્કાલિક અસરથી કંપનીનું વીજ અને પાણીનું જોડાણ કાપી નાખ્યુ હતું. આ કંપની યુ.આઇ.એ.ના માજી પ્રમુખ અશોક ગુપ્તાના પરિવારની હોવાનું જાણવા મળી રહ્યું છે. કંપની દ્વારા બિન્દાસ્ત રીતે પ્રદૂષિત પાણી વરસાદી પાણીની ગટરમાં નિકાલ કરવામાં આવી રહ્યુ હતુ. અને કંપની નજીક જાહેર જગ્યા ઉપર કંપાઉન્ડ કરી ભૂગર્ભ ગટરમાં કેમિકલયુક્ત ઝેરી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાની વાત પણ સામે આવી છે.
વલસાડ જિલ્લા ના વાપી, સરીગામ , ઉમરગામ વિસ્તારમાં આવેલા કેટલાક કંપનીઓ માંથી ચોમાસા દરમિયાન પ્રદુષણ છોડવામાં આવતું હોવાની વાતો હવે સામાન્ય થઈ પડી રહી છે ત્યારે તંત્ર દ્વારા અહીં કડક કાર્યવાહી કરાતા પ્રદૂષણ ફેલાવતા તત્વો માં ફફડાટ ફેલાયો છે.
