વલસાડ જિલ્લા ના અંતરિયાળ વિસ્તારમાં આઝાદી ના 73 વર્ષ બાદ પણ કાચા રસ્તા છે અને આદિવાસી ના નામે મળતી કરોડો ની ગ્રાન્ટ ક્યાં જાય છે તે સામે સવાલો ઉઠવા પામ્યા છે.
સીલધા ગામ ના લોકો કહે છે અમે પાકો રસ્તો ક્યારેય જોયો નથી અહીં માત્ર ધૂળ અને ઢેફા જ જોવા મળી રહ્યા છે તેઓ ના આક્ષેપો છે અહીં રોડ મંજૂર થયો હતો પણ રાજકારણ ને લઈ રોડ બનતો નથી.
આ વાત છે વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકાના સિલ્ધા ગામ ની કે જ્યાં વસતા લોકો નું કહેવું છે કે થાપલ હેદી ફળીયામાં વર્ષ ૨૦૦૮-૦૯ માં પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના માંથી ૪ કિ.મી. રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો, પરંતુ નવાઈ ની વાત તો એ છે કે આવો કોઈ રસ્તો સ્થળ ઉપર બનેલ નથી અને માત્ર ને માત્ર ઓનલાઈન ચોપડા ઉપર જ આ રસ્તો બનેલ હોવાનું ગામલોકો નું કહેવું છે, હવે જ્યારે વર્ષ ૨૦૨૦-૨૧ માં મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ૩ કિ.મી. રસ્તો મંજુર થયેલ છે પરંતુ માત્ર ૧ કિ.મી. નો રસ્તો બનાવવા અધિકારી દ્વારા સર્વે કરવામાં આવ્યો છે, અને બાકીનો ૨ કિ.મી. રસ્તો અન્ય બીજા ફળીયામાં બનાવવા માટે ખાતમુર્ત કરવામાં આવ્યું છે, જે બાબતે ગ્રામજનોએ વિરોધ કરી સબંધિત વિભાગ ના જવાબદારો ને સ્થળ નિરીક્ષણ કરી કાયદેસરની તપાસ કરી, જે સ્થળ ઉપર રસ્તો પાસ થયેલ તે જ જગ્યાએ રસ્તો બનાવવા માટે ગ્રામજનો દ્વારા માંગ થઈ છે. આ વિસ્તારમાં સ્થિતિ જાણવા માટે સત્ય મીડિયા હાઉસ ની ટીમ સ્થળ ઉપર ગઈ હતી અને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે ગ્રામજનો એ જે આક્ષેપો કર્યા તે ચોંકાવનારા હતા.
ગ્રામજનો એ જણાવ્યું કે અહીં તેઓ સાથે રસ્તા ના કામ માં અન્યાય કરવામાં આવી રહ્યો છે અને થાપલ હેદી ફળિયું સિલ્ધા ગામના ડુંગર પર આવેલ છે, જેથી ગામમાં આવવા જવા માટે વિધાર્થીઓને સ્કુલમાં જવા માટે, સરકારી દવાખાનામાં જવા માટે , પંચાયત પર જવા માટે સરકારી અનાજની દુકાનમાં આવવા – જવામાં ખુબ જ મુશ્કેલી નો સામનો કરવો પડે છે અને રસ્તો નહિ હોવાના કારણે ખડકવાળ થી રોહિયાળ તલાટ થઈ બુરલા થઈ સિલ્ધા આમ ત્રણ ગામો પસાર કરીને આશરે ૨૦ કિ.મી. જેટલું અંતર કાપવું પડી રહ્યું છે, પરિણામે અહીં વસતા ગ્રામજનોની માંગણી છે કે, સીલધા ગામે જે ૩ કિ.મી. નો રસ્તો મંજુર થયેલ છે તેજ રસ્તો બનશે તો અહીંના ત્રણ ફળિયાના લોકોને લાભ મળશે તેમાં, પટેલ ફળિયું, તાળાઇચીમાળી ફળિયું, સુંદરપાડા ફળિયું નો સમાવેશ થાય છે આ ફળિયા માં અંદાજીત ૧૨૦૦ જેટલા લોકોની વસ્તી છે, જે ત્રણેય ફળીયાની વસ્તીને લાભ થાય તે રીતે જ મંજુર પ્લાન મુજબ જ રોડ બને તેવી ગ્રામજનો એ લેખિત રજુઆત કરી પણ કરી હતી.
આમ જો અહીં હકીકત શુ છે તે તપાસ કરવાની જવાબદારી ઉપરી અધિકારીઓ ની છે અને આદિવાસી વિસ્તારમાં આઝાદી બાદ પણ આજ સ્થિતિ હોય તો અહીં વિકાસ માટે મંજુર ગ્રાન્ટ મામલે સવાલો ઉઠી રહ્યા છે તેવે સમયે આ ગામ માં સાચી હકીકત બહાર આવે અને ગ્રામજનો ને ન્યાય મળે તે સમય ની માંગ છે.