વલસાડ ની કપરાડા વિધાનસભા બેઠક પર આખરે કોંગ્રેસ દ્વારા સ્થાનિક અગ્રણી બાબુભાઇ વરઠાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે,વારલી સમાજ ના અગ્રણી બાબુ વરથા એ સત્યડે ને જણાવ્યું કે કોંગ્રેસ નાના માણસો ની ચિંતા કરે છે અને પોતે 25 હજાર વોટ થી જીતી જશે તેવો મજબૂત દાવો કર્યો હતો.
બીજી તરફ કપરાડા વિધાનસભાની યોજાનારી પેટા ચૂંટણી માટે અગાઉ ભાજપના ઉમેદવાર જીતુભાઇ ચૌધરી અને અપક્ષ તરીકે પ્રકાશ પટેલ ફોર્મ ભરી ચુક્યા છે ત્યારે અહીં રસાકસી નો માહોલ ઉભો થવાની શકયતા છે. નોંધનીય છે કે બાબુ વરઠા અગાઉ ભાજપમાં હતા અને સરપંચ તરીકે પણ ચૂંટાયા હતાં. પણ જીતુ ચૌધરી કોંગ્રેસમાંથી ભાજપમાં જતા તેઓ પણ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતાં. આમ બન્ને ઉમેદવાર પક્ષપલટુઓની વ્યાખ્યા માં આવે છે અને મજાની વાત તો એ છે કે બન્ને પક્ષો એ પક્ષપલટુઓ ને ટિકિટ આપી દાવ ખેલ્યો છે.
