રાજ્ય માં વિધાનસભા ની પેટા ચૂંટણીઓ નો માહોલ છે ત્યારે મતદારો માં જાગૃતિ આવે તે હેતુસર કપરાડા બેઠકની પેટાચૂંટણી દરમિયાન વધુમાં વધુ મતદાન થાય એ માટે કપરાડામાં આજે મતદાન જાગૃતિના સંકલ્પ સાથે સિગ્નેચર કેમ્પેનનું આયોજન કરાયું છે. અહીં આ પ્રકારની પ્રતિજ્ઞા લેવડાવશે કે જેમાં મતદાનના દિવસે હું અચૂક મતદાન કરીશના સંકલ્પ સાથે મતદારો સિગ્નેચર કેમ્પેનમાં ભાગ લેશે. આમ અહીં ચુંટણીઓ નો માહોલ જામ્યો છે અને બન્ને પક્ષ ના અગ્રણીઓ બરાબર ના કામે લાગ્યા છે.
