કપરાડાના સિલધા ગામે એક કાર્યક્રમ દરમ્યાન ચાલુ ભાષણે જ મંત્રી રમણલાલ પાટકર ની તબિયત લથડતા દોડધામ મચી ગઇ હતી નોંધનીય છે કે તેઓ અગાઉ કોરોના પોઝીટીવ આવી ચુક્યા હતા અને માંડ સાજા થયા છે ત્યારે ફરીએકવાર ચક્કર આવતા તેઓની તબિયત સામે સવાલો ઉઠ્યા છે.
હાલ માં સામે આવી રહેલી ચુંટણીઓ દરમ્યાન રાજકારણ ગરમાયુ છે અને પ્રચાર ચાલુ થઈ ગયો છે ત્યારે કપરાડા બેઠકની પેટા ચૂંટણીને લઇ ગુરૂવારે કપરાડાના અંતરિયાળ સિલધા ગામે વારલી સમાજનું સ્નેહમિલન અને ચૂંટણી પ્રચારના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપ્રધાન રમણલાલ પાટકર,માજી ધારાસભ્ય જીતુ ચૌધરી, વલસાડ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય કનુભાઇ દેસાઈ સહિતના નેતાઓ હાજર હતાં. આ દરમિયાન મંત્રી રમણલાલ પાટકર પોતાનું પ્રવચન આપી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની તબિયત બગડતા સ્ટેજ પર હાજર લોકો તેમની મદદે દોડી ગયા હતાં. આ બનાવને લઇ તેમના સમર્થકોમાં ચિંતા પ્રસરી ગઇ છે જોકે, પાછળ થી જાણવા મળ્યુ હતું કે રમણ પાટકર ને ડાયાબિટીશ નો પ્રોબ્લેમ છે અને સુગર લેવલ ઘટી જતાં તેઓની તબિયત લથડી હતી. બીજી તરફ સામી ચુંટણીઓ દરમ્યાન સતત વ્યસ્તતા માં આવુ અવારનવાર થતું હોવાનું તેઓ એ જણાવ્યું હતું.
