રાજ્ય માં દક્ષિણ ગુજરાતમાં છેવાડા ના વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે આજે સર્વત્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જામ્યું હતું અને આ બધા વચ્ચે વલસાડ જિલ્લા ના અંતરિયાળ વિસ્તારો માં ભર શિયાળે ચોમાસુ જામ્યું હોય તેમ વરસાદ શરૂ થતાં ચોમાસા જેવો માહોલ જામ્યો હતો દરમ્યાન કપરાડા ના માતુનીયા અને દાબખલ ગામે વરસાદ સાથે બરફ ના કરા પડતા લોકો બહાર દોડી આવ્યા હતા અને વાસણો માં કરા ભેગા કરી વરસાદ ની મોજ માણી હતી.
આ વિસ્તારમાં ભારે આહલાદક માહોલ સર્જાયો હતો જોકે, કમોસમી વરસાદ ને પગલે આંબા ઉપર આવેલી મંજરી ખરી પડતા કેરી ના પાક ને નુકશાન જવાની ભીતિ ઉભી થતા ખેડૂતો માં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.
જોકે,હવામાન વિભાગ ના સૂત્રો દ્વારા હજુપણ બે થી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની વ્યક્ત કરેલી શકયતા ને પગલે શિયાળુ પાક માં નુકશાન ની ભીતિ ઉભી થઇ છે.
વલસાડ જિલ્લા માં વાતાવરણમાં માં પલટો આવતા અહીં ચોમાસા જેવો માહોલ જામ્યો છે.
