ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ના ધમધમાટ વચ્ચે મજબૂત સુકાની વગર પક્ષ કોંગ્રેસે બુધવારે રાતે કપરાડા અને ડાંગ બેઠક પરના નામો જાહેર કર્યા છે, કપરાડા બેઠક પર બાબુભાઈ વરઠા અને ડાંગ બેઠક પર સૂર્યકાંત ગામિતને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.ભાજપ ની રણનીતિ સામે વામણા સાબિત થઈ રહેલા કોંગ્રેસ માં નિર્ણય શક્તિ નો અભાવ સ્પષ્ટ થઈ રહ્યો છે.
ભાજપ દ્વારા કિરીટસિંહ રાણા ને ટિકિટ અપાયા બાદ લીંબડી બેઠક માટે કોંગ્રેસ હજુપણ વિચાર કરી રહી છે, જેના કારણે નામ જાહેર કરી શકાયું નથી. કોંગ્રેસે અગાઉ પાંચ બેઠક પર નામો જાહેર કર્યા હતા. કોંગ્રેસના ઉમેદવારો ૧૫મી ઓક્ટોબરના ગુરુવારે ઉમેદવારી ફોર્મ ભરવા જશે. કોંગ્રેસ લીંબડી બેઠક માટે ગુરુવારે નામની જાહેરાત કરે તેવી શક્યતા છે.
કપરાડા બેઠકના ઉમેદવાર બાબુભાઈ વરઠા સ્થાનિક કોંગ્રેસના સ્થાનિક સક્રિય કાર્યકર છે, સ્થાનિક સ્તરેથી આ નામ પસંદ કરાયું હતું, જેને કોંગ્રેસ ર્વિંકગ કમિટીએ મંજૂરી આપી હતી. ડાંગ બેઠક પર સૂર્યકાંત ગામિતને ટિકિટ અપાઈ છે આમ હવે આ વિસ્તારમાં ચુંટણીઓ નો પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે.કોંગ્રેસ અમિત ચાવડા અને ગૌરવ પડ્યાં ના અધ્યક્ષતા માં આ ઉમેદવારો ફોર્મ ભરનાર હોવાનું જાણવા મળ્યું છે.
