વલસાડ પોલીસ હેડક્વાર્ટર માં ફરજ બજવતા એક પોલીસ કોન્સ્ટેબલ પોતાના મિત્ર ના પત્ની અને પુત્રી ને પરવાનગી વગર મહેસાણા મુકવા જતા ભેખડે ભેરવાયા હતા અને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો હતો.
વિગતો મુજબ વલસાડ પોલીસ હેડક્વાર્ટર માં ફરજ બજાવતા જયદીપ સિંહ પૃથ્વીસિંહ ચાવડા ગત 30 એપ્રિલે કોઈ પરમીશન વગર જ પોતાના પત્ની અને બાળકો ને મુકવા કાર લઈ વતન જવા નીકળ્યા ત્યારે સાથે સાથે પોતાના પોલીસમિત્ર નરેન્દ્રસિંહ ના પત્ની અને પુત્રી ને પણ સાથે તેમના વતન છોડવા લઈ ગયા હતા દરમ્યાન નરેન્દ્રસિંહ ના પત્ની અને પુત્રી ના મહેસાણા ખાતે થયેલા ટેસ્ટ માં કોરોના પોઝીટીવ આવતા અને ટ્રાવેલ હિસ્ટ્રી વલસાડ આવતા તપાસ દરમ્યાન જયદીપસિંહ નું નામ બહાર આવતા તેઓનું અને તેમના સાથી મિત્ર નરેન્દ્રસિંહ નું મેડિકલ ચેકઅપ થયું હતું જેમાં બન્ને નો કોરોના નેગેટિવ રીપોર્ટ આવ્યો હતો પરંતુ પરમિશન નહિ લેવા મુદ્દે પીએસઆઇ મકવાણા ની ફરીયાદ ના આધારે ડીએસપી એ બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.
