રાજ્યસભા ની ચૂંટણી પહેલા કપરાડા ના ધારાસભ્ય જીતુ ચૌધરી એ રાજીનામુ આપવાની ઘટના ના સ્થાનિક કક્ષાએ ભારે પડઘા પડ્યા છે.
કપરાડામાં કોગીં કાર્યકર જહીરામ ભોયાના નિવાસસ્થાને યોજાયેલી બેઠક દરમિયાન વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ પટેલ અને માજી સાંસદ કિશનભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈ બાતરી એ જણાવ્યું હતું કે જીતુભાઈ ચૌધરી કોંગ્રેસ માંથી જશે તો પાર્ટી મેં કોઈ ફરક પડશે નહિ પણ તેમના જવાથી મજબુત સંગઠન ઉભું થશે.જિલ્લા પ્રમુખ દિનેશભાઇ પટેલે જીતુભાઈ ચૌધરીને મતદારો અને પાર્ટી સાથે દ્રોહ કર્યા ની વાત કરી હતી.
માજી સાંસદ કિશન પટેલ જણાવ્યું હતું કે, જીતુભાઈ ગદ્દાર છે, પાર્ટી છોડવા માટે બીજું કોઈ કારણ ન મળતા મારા નામ નું બહાનું કાઢી દોષ ઢોળીને રાજ્યસભાની ચૂંટણી પહેલા વેચાઈ ગયા છે, કિશન પટેલે મીટીંગમાં ‘જીતુ ચૌધરી કેવો છે, જીતુ ચૌધરી ગદ્દાર છે ‘ તેવા નારા લગાવતા તમામ કાર્યકરોએ તેમાં જોડાઈ ને સુત્રોચાર કર્યા હતા. આમ હવે રાજકારણ માં ભારે ગરમા ગરમી જોવા મળી રહી છે.
