બૂલેટ ટ્રેનનું નામ અવતાંજ વલસાડ જિલ્લાનું ઝરોલી ગામ આજકાલ લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યું છે કારણકે સમગ્ર ગુજરાતમાં ઝરોલી ગામના એક પર્વતમાંથી આરપાર બુલેટ ટ્રેન પસાર થવાની છે.
મુંબઇ અમદાવાદ વચ્ચે દોડનારી આ બુલેટ ટ્રેનનો 508 કિમીનો લાંબા રૂટમાં પહાડમાંથી પસાર થતી હોય તેવી ગુજરાતની આ પ્રથમ જગ્યા હશે કે જ્યાંથી પર્વતમાં બનાવેલી ટનલમાંથી ટ્રેન પસાર થશે.
યસ, ઉમરગામના ઝરોલીગામે પ્રથમ ટનલ બની રહી છે.જ્યાથી ટ્રેન પસાર થશે.
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા હાથ ધરાયેલ બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ અહીં 350 મીટર લાંબી પર્વતીય ટનલનું કામ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઝરોલી ગામમાં સમગ્ર ગુજરાતમાં એકમાત્ર ડુંગરમાંથી ટનલ બનાવીને બુલેટ ટ્રેન પસાર થશે.
અહિં 350 મીટર લા઼બી પર્વતીય ટનલ બનાવવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. અંદાજિત 350 મીટર લાંબી આ ટનલમાં અત્યાર સુધીમાં 67 મીટરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.