વલસાડ તા.૧૨: વલસાડ જિલ્લામાં મોટરિંગ પબ્લિકની સગવડતાના હેતુસર ચારચક્રી વાહનોની GJ-15- CH, CK અને CJ પસંદગીના
નંબર માટે ઓનલાઇન ફેર હરાજી કરાશે.
ઉક્ત હરાજીમાં ભાગ લેવા માટેની ઇચ્છા ધરાવનાર અરજદારે તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http://parivahan.gov.in/fancy વેબસાઇટ
ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી હરાજીમાં ભાગ લઇ શકશે. અરજદારે વાહન ખરીદ કર્યાની તારીખથી ૭ દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ભરેલું હોવું જરૂરી
છે, જે રજૂ નહીં કરનાર હરાજીમાં નિષ્ફળ જાહેર કરાશે.
ઉક્ત હરાજી માટે તા.૧૨/૦૨/૨૦૨૧ થી ૧૩/૨/૨૦૨૧ દરમિયાન હરાજી માટેનું ફોર્મ રજિસ્ટ્રેશન તેમજ અરજી કરવાની રહેશે.
તા.૧૪/૦૨/૨૦૨૧ના રોજ હરાજી માટેનું બીડિંગ ઓપન થશે. તા.૧૫/૦૨/૨૦૨૧ના રોજ ઓપન થશે અને ત્યારબાદ અરજદારે પાંચ દિવસમાં તેમના
ફોર્મ જમા કરાવવાના રહેશે.
હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં જમા નહીં કરાવનાર અરજદારની મૂળ રકમ જપ્ત થશે અને તે નંબરની હરાજી ફરીથી કરાશે. વાહનસેલ લેટરમાં સેલ તારીખથી નિયમ મુજબના દિવસના અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે, સમયમર્યાદા બહારની અરજીઓ રદકરવામાં આવશે, એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે.