વલસાડ નજીક રહેતા ચીખલી રહેતા અને ડુંગરીમાં પોતાનું ક્લિનિક ચલાવતા ડો.ધનસુખ પટેલનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તંત્ર દોડતું થઇ ગયું હતું અને તેમના સંપર્ક માં આવનાર લોકો ને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં વલસાડ આરોગ્ય વિભાગે ડો.ધનસુખ પટેલના સંપર્કમાં આવેલા 11 લોકોને શોધી નાખી તેઓના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે તમામના કોરોનાના રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આરોગ્ય વિભાગે ગુરૂવારે વધુ 5 દર્દીઓના ડુંગરી વિસ્તારમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગની ટીમે 993 કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 949 સેમ્પલ નેગેટિવ અને 5 સેમ્પલનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
