રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી વચ્ચે સુરત,વલસાડ સહિત ના વિસ્તારમાં વરસાદી માહોલ નું વાતાવરણ જોવા મળ્યું હતું જિલ્લા માં ધરમપુર સહિત કપરાડા તાલુકા માં ધોધમાર વરસાદની પધરામણી થતા ખેડૂતો માં આનંદ ની લાગણી ફેલાઇ છે.
કપરાડા તાલુકાના ગામડાઓમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદની પધરામણી થઈ ચૂકી છે, ગાજવીજ સાથે વરસાદ પડતા સર્વત્ર પાણી ભરાયા હતા, ધોધમાર વરસાદથી સમગ્ર કપરાડા પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે, વરસાદ પડતા ખેડૂતો હવે ડાંગર, નાગલી, તુવેર, અડદ જેવા ધાન્ય પાકોની વાવણી કાર્ય શરૂ કરશે,
વલસાડ જિલ્લા માં હાલ વાદળો સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ડાંગ,સાપુતારા માં પણ વાદળીયું હવામાન છે. સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ બની રહ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી પહોંચતા ખુશીનો માહોલ સર્જાયો હતો. ગત્ત 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં 21 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો.
મુંબઇ માં હાલ ભારે વરસાદ પડી રહ્યો હોય નજીક આવેલા વલસાડ જિલ્લા માં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
