દમણ ના સલીમ મેમણ મર્ડર કેસમાં વધુ એક વોન્ટેડ આરોપી કેજે બેંકોકથી ભારત આવતા દિલ્લી એરપોર્ટ પરથી દમણ પોલીસે તેની ધરપકડ કરી હતી.
દમણ માં ઉંચા વ્યાજે રૂપિયા ની ધીરધાર કરી બાદ માં પઠાણી ઉઘરાણી કરવા જાણીતા બનેલા સલીમ અનવર મેમણ ની 2જી માર્ચ સાંજે તેના જ ખારીવાડ સ્થિત બાઇકના શોરૂમમાં પ્રવેશી 5 ઇસમોએ અંધાધુંધ ફાયરિંગ કરી સરાજાહેર હત્યા ને અંજામ આપ્યો હતો.
આ કેસમાં ચાલેલી તપાસ દરમ્યાન દમણ પોલીસે સલીમ નું મર્ડર કરવા સોપારી આપવા બાબતે વાપીના ચલા સ્થિત મોહિત પાર્કમાં રહેતા ઉપેન્દ્ર રામજી રાયની ધરપકડ કરી હતી. ધંધાની અદાવત અને પ્રોપર્ટી વિવાદમાં સોપારી આપી સલીમ ને પતાવી દેવાયો હોવાનું ખુલતા પોલીસે ઉપેન્દ્ર રાય સહિત વાપી ડુંગરામાં રહેતા જાવેદ મતિઉલ્લાહ ખાન અને એક શાર્પશુટર સંતોષ શ્યામનારાયણ દુબેની ધરપકડ કરી હતી. આ કેસમાં વાપીના વોન્ટેડ આરોપી મેહુલ ઠાકુરની બેંકોકથી પરત આવતા દિલ્લી એરપોર્ટથી ધરપકડ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.
મેહુલ ઠાકુર નું વાપી માં લેબર કોંટ્રાક્ટરો માં મોટું નામ છે.
દમણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી દરેક એરપોર્ટ પર લુક આઉટ નોટિસ પણ આપી હતી. આરોપી મેહુલ ઠાકુર બેંકોકથી ભારત પરત આવતા જ દિલ્લી એરપોર્ટથી તેની ધરપકડ કરાઇ હતી.આમ સલીમ મર્ડર કેસ માં વધુ એક આરોપી ની ધરપકડ થતા સલીમ મેમણ મર્ડર કેસ ફરી એકવાર ચર્ચા માં આવ્યો છે.
