સંઘપ્રદેશ દમણ દીવ અને દાનહમાં ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટાયેલી બોડીની મુદ્દત 30 સપ્ટેમ્બરે પુરી થઇ ચુકી છે ત્યારે સોમવારે દમણના ચૂંટણી અધિકારી દ્વારા દમણ નગર પાલિકાની બેઠકની ફાળવણી અને રીઝર્વ સીટ સહિત માટે ડ્રો માટે કામગીરી કરાશે.
દમણની સૌથી મોટી ડાભેલ પંચાયતનું ચાર પંચાયતના વિભાજન થયા બાદ પ્રથમ વખત ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવા જઇ રહી છે. સંઘપ્રદેશ દમણ દીવ અને દાનહના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત તથા દમણ પાલિકાની ચૂંટણી માટે હવે ગતિવિધિ શરૂ થઈ છે અને તેના ભાગરૂપે આગામી 5મી ઓક્ટોબરના રોજ સાંજે 5 કલાકે નાની દમણ સ્થિત સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ હોલમાં રીઝર્વ સીટ માટે સંઘપ્રદેશના ચૂંટણી કમિશનર નરેન્દ્રકુમારીની અધ્યક્ષતામાં સુનાવણી હાથ ધરાશે. આ ઉપરાંત 8મી ઓક્ટોબરના રોજ બપોરે ત્રણ કલાકે ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની રીઝર્વ સીટના ડ્રો માટે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ વેડા જિલ્લા પંચાયત પ્રમુખની બેઠક રિઝવ જાહેર થશે તો મહિલા ઉમેદવાર નો સમાવેશ કરાશે.
