દમણના ભેંસલોર સ્થિત એક ભંગારના ગોડાઉનમાં અચનાગ આગ લાગતા લોકોમાં દોડધામ મચી હતી. આ ઘટનાની જાણ થતાં દમણ ફાયર ફાયટરની ચાર ટીમોનો કાફલો ઘટના સ્થળે દોડી આગ ઉપર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી જોકે, સદનસીબે આગની ઘટનામાં કોઈ જાન હાની થઈ નથી, ગોડાઉનમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું ન હતું.
