વલસાડ ના પારડી હાઇવે ઉપર ટુકવાડા નજીક થી પસાર થઈ રહેલા એક કન્ટેનરમાં લઈ જવાતા રૂ.11.64 લાખ ની કિંમત ના દારૂના જથ્થા સાથે કન્ટેનર ચાલકની એલસીબી પોલીસે ધરપકડ કરતા બૂટલેગર આલમ માં ફફડાટ ફેલાયો છે.
આ પ્રકરણમાં દમણ નો નામચીન બૂટલેગર રમેશ માઈકલ અને સુરતના બાબુ મારવાડીને વોન્ટેડ જાહેર કરાયા છે.
દમણથી ગુજરાતમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો સપ્લાય થઈ રહ્યો છે ત્યારે દમણના રમેશ માઈકલ નો માલ કન્ટેનર ન.RJ-40-GA-3765 માં બીલ માં દર્શાવવામાં આવેલા સામાન ને બદલે દારૂ જઇ રહ્યો હોવા અંગે
વલસાડ એલસીબીના મહેન્દ્રદાન જીલુભાને બાતમી મળતા તેઓ એ ટીમ સાથે ટુકવાડા ખાતે કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનર માં બીલમાં દર્શાવેલા સામાનની જગ્યાએ રૂ.11.64 લાખ ની કિંમત નો
389 દારૂ પેટી માં 16,272 બોટલ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કન્ટેનર ચાલક શાહરૂખ શેરમહમદ પઠાણની ધરપકડ કરી પૂછપરછ કરતા આ જથ્થો દમણથી રમેશ જગુભાઈ પટેલ ઉર્ફે રમેશ માઈકલે ભરાવ્યો હોવાનું અને સુરત ના બૂટલેગર બાબુ મારવાડીને પહોંચાડવાનો હોવાનું ખુલતા વલસાડ એલસીબીની ટીમે 16,272 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત રૂ. 11.64 લાખ અને કન્ટેનર તેમજ 2 મોબાઈલ મળી કુલ 21.69 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કન્ટેનર ચાલક ની ધરપકડ કરી પારડી પોલીસ ના હવાલે કરતા પારડી પોલીસ આગળ ની તપાસ કરી રહી છે.