દમણ માં સુપર ટેક્સટાઇલ માં ભયાનક આગ લાગતા દોડધામ મચી છે સ્થળ ઉપર 15 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આગ બુઝાવવા કામે લાગ્યા છે.વિગતો મુજબ દમણના ડાભેલ ખાતે આવેલી સુપર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં આજે વહેલી સવારે ભયાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઇ હતી. આગ ની ગંભીરતા સમજી આગ વધુ પ્રસરતી અટકાવવા માટે ફાયર વિભાગના 15 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. આગને લઇને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. જોકે આગે ભયાનક રૂપ પકડતા આજુબાજુના વિસ્તારોમાંથી પણ ફાયર વિભાગની મદદલેવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઇને ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે.
3 કલાક કરતા વધુ સમય થી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આગને લઇને આસપાસના વિસ્તારોમાં લોકો માં દહેશત જોવા મળી હતી અને સ્થાનિક વિસ્તારમાં લોકો માં ભારે નાસભાગ જોવા મળી હતી આગ ના ધુમાડા છેક વાપી સુધી નજરે પડતા હોવાનું લોકો જણાવી રહ્યા છે.
