વલસાડ જિલ્લા ને અડીને આવેલા દાદરા નગર હવેલીમાં કોરોના નું સંક્રમણ ચિંતાજનક રીતે સતત આગળ વધી રહ્યું છે અને કોરોના પોઝિટિવ ના નવા 7 કેસ સાથે કુલ આંકડો 200 પર પહોંચ્યો છે.કોરોના ની હાડમારી વધતા અહીંનવા પાચ કંટાઈમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને અહીંની પ્રમુખ ગાર્ડન સોસાયટી સેલવાસ.સાંઈ શાંતિધામ,બાવીસા ફળીયા.રમેશભાઈની ચાલ,અક્ષરસ્કુલની બાજુમા ડોકમરડી.ગુલાબભાઈની ચાલ,ખાડીપાડા,મસાટ.ગોહિલ ફળિયા,નરોલી. દાનહમાં જે રીતે કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. તેમાં ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિઓ હોવાનું ધ્યાને આવ્યું છે અને તેને કારણે પણ સંક્રમણ વધી રહ્યું હોવાનું મનાઈ રહ્યું છે. પ્રશાસન ની સંઘપ્રદેશમાં કોરોનાને રોકવામાં નિષ્ફળતા સામે આવી રહી છે.
