સમગ્ર ગુજરાતમાં કોરોના નું સંક્રમણ વધતા તંત્ર માં ચિંતા પ્રસરી છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશ દાનહમાં પણ કોરોના ની સ્થિતિ વધુ વકરી છે.
સેલવાસમાં કોરોના પોઝિટિવ કેસનો ગતરોજ શુક્રવારે એક જ દિવસમાં 35 પોઝિટિવ કેસ નોંધતા દાનહ પ્રશાસન દોડતું થઈ ગયું છે. દાનહમાં નવા 35 પોઝિટિવ કેસ સાથે અત્યાર સુધી કુલ કેસનો આંકડો 159 થઇ યુક્યો છે.
તંત્ર દ્વારા જ્યાં કોરોના વકર્યો છે તેવી 4 સોસાયટીઓ સિલ કરી 10 કન્ટાઇમેન્ટ ઝોન જાહેર કર્યા છે. 10 કંટાઈમેન્ટ ઝોનમાં પાર્ક સીટી સેલવાસ,જાસ એકસોટીકા નરોલી રોડ સેલવાસ,વિજયભાઈની ચાલ ઇન્દિરા નગર સેલવાસ,નટવર એપાર્ટમેન્ટ સેલવાસ,પાંચાલ હાઉસ ઝંડાચોક સ્કુલ સામે સેલવાસ,આલોક સીટી કોલોની બિલ્ડીંગ બી-6 સાયલી,પ્રમુખ દર્પણ સામરવરણી,ભગતપાડા ઉમરકુઇ ગલોન્ડા,પારસીપાડા ગલોન્ડા,ગવર્મેન્ટ ક્વાર્ટર પોલીસ સ્ટેશન સામે ગલોન્ડાનો સમાવેશ થાય છે.
દાદરા પંચાયતમા ત્રણ,નરોલી પંચાયતમા છ,સામરવરણી પંચાયતમા ત્રણ,રખોલી પંચાયતમા એક,ખરડપાડા પંચાયતમા એક,ખાનવેલ પંચાયતમા ચાર અને સીંદોની પંચાયત એક,ગલોન્ડા પંચાયત ચાર,સાયલી પંચાયતમા એક અને સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં 22 વિસ્તારને કંટાઈમેન્ટ ઝોન ડિક્લેર કરવામાં આવ્યા છે.
દાનહ પ્રશાસનની લાપરવાહીથી આ પ્રદેશ માટે અનલોક 2 અનલકી સાબિત થતુ દેખાઇ રહ્યું છે.કારણ કે જુલાઇ માસના પ્રથમ દિવસે 6 કેસ, બીજી જૂને 15 કેસ અને ત્રીજી જૂને એકસાથે 35 કોરોના પોઝિટીવના કેસો આવતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે અને અહીં સંક્રમણ વધતું જઇ રહ્યું હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
