વલસાડ ને અડીને આવેલા દાદરાના કાકડ ફળિયા માં રહેતી મહિલા નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.
આ મહિલા 2 દિવસ પહેલા મુંબઇ થી આવી હતી જેને લઈ સ્થાનીક લોકો એ ભારે વિરોધ પણ કર્યો હતો
ત્યાર બાદ મહિલા ને કોરોન્ટાઇન કરાઈ હતી અને સેમ્પલો લેવાયા હતા દરમિયાન આજરોજ મહિલા નો રીપોર્ટ પોઝીટીવ આવતા ગ્રીનઝોન માં સામેલ દાદરા નગર હવેલી નું તંત્ર દોડતું થયું હતું. અને
દાદરા ગામ ના કાકડ ફળિયા ને શીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બીજીતરફ હાલ માં આ મહિલા ના સંપર્ક માં આવેલ લોકો ની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
વલસાડ જીલા ની બોર્ડર પર આ વિસ્તાર આવતો હોવાથી
વલસાડ જીલા નું આરોગ્ય વિભાગ પણ દોડતું થયું હતું.
