દાદરા નગર હવેલીના સાંસદ સ્વ. મોહન ડેલકર સુસાઈડ પ્રકરણમાં તપાસ માં કોઈ વેગ નહીં આવતા અને પ્રશાશક ની હેરાનગતિ અંગે પરિવારજનોએ નિવેદન બાદ પણ પદ ઉપર થી હઠાવવામાં નહિ આવતા હવે લોકો માં રોષ વ્યાપી ગયો છે ત્યારે સેલવાસ માં પ્રશાશક પ્રફુલ પટેલ નું પૂતળું સળગાવવા નો પ્રયાસ થયો હતો જોકે,પોલીસે પ્રફુલ પટેલ નું પૂતળું ઝૂંટવી લઈ કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો હતો.
વિગતો મુજબ સેલવાસમાં મહિલાઓ દ્વારા ગત રાત્રે સ્વ. મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજ્યો હતો જેના ભાગરૂપે સેલવાસના ઝંડા ચોકમાં રેલી સ્વરૂપે મહિલાઓ પહોંચી હતી. જ્યાં ડેલકરને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ત્યારબાદ મહિલાઓએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફૂલ પટેલના પૂતળાને સળગાવવા નો પ્રયાસ કરતા જ સ્થળ પર પહોંચેલી પોલીસે મહિલાઓ પાસેથી પૂતળું ઝૂંટવી લીધું હતું પરિણામે ઝપાઝપી નો દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ ત્યાં ભેગા થઇ ગયા હતા જેઓ માં ગુસ્સો જોવા મળતા સ્થિતિ વણસતી જતી જણાતા સ્થળ ઉપર વધારાનો પોલીસ કાફલો અને બટાલિયન ને ઝંડા ચોક પાસે ખડકી દીધી હતી અને વિરોધ કરનાર મહિલાઓ અને લોકો ને દૂર કર્યા હતા.
આ ઘટના ને લઈ અહીં વાતાવરણમાં તંગદીલી ઉભી થઇ હતી પરિણામે
આ વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
