એક તરફ સરકાર પાસે રૂપિયા ની કમી છે અને બીજી તરફ મોટા મોટા ઉદ્યોગો પાસે ટેક્સ વસુલાત થતી નથી ત્યારે દાનહના માંજ આવેલા લગભગ 19 પેટ્રોલ પંપ સંચાલકો ટેક્સ ભરવામાં અડોળાઈ કરતા હોવાથી હવે તંત્ર આકરા પાણીએ જોવા મળ્યુ છે અને દસ વર્ષનું વ્યાજ અને પેનલ્ટી સાથે બાકી નીકળતી અંદાજીત 105 કરોડની વેટની બાકી રક્મ ભરવા પ્રશાસનના વેલ્યુએડેડ ટેક્સ વિભાગે આવા પેટ્રોલ પંપ સંચાલકો ને નોટિસ પાઠવતા સબંધીતો દોડતા થઈ ગયા છે.
દાનહ પ્રસાશનના વેલ્યુ એડેડ વિભાગે પટ્રોલ-ડીઝલનો જથ્થો સપ્લાય કરતી રિફાઇનરીઓના હિસાબ સાથે પ્રદેશના વિવિધ પેટ્રોલપંપોના પુરવઠાના આવક જાવકના હિસાબની સરખામણી કરતા 32.56કરોડની ઘટ દેખાઈ હતી.જેમાં વ્યાજ અને પેનલ્ટીની રકમ જોડતા અંદાજીત 105 કરોડ કરતા વધુના વેટની અનિયમિતતા બહાર આવી હતી.જેથી દાનહના 19 પેટ્રોલપંપના સંચાલકોને બાકી નીકળતા લેણા વ્યાજ અને પેનલ્ટી સાથે ભરવા ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવી છે.
વિગતો મુજબ દાનહ ના આ રહ્યા તે પેટ્રોલ પંપ કે જેના સંચાલકો વેટ ટેક્સ ભરતા નથી તેઓ ના પેટ્રોલપંપના નામ અને બાકી નીકળતી વ્યાજ અને પેનલ્ટી સાથેની રકમ આ મુજબ છે.
જેમાં જય જલારામ 32.60કરોડ,શ્રી સાંઈ પેટ્રોલિયમ 22.15કરોડ, સાંઈનાથ પેટ્રોલિયમ 12.28કરોડ, રતન પેટ્રોલિયમ 7.70કરોડ, પટેલ પેટ્રોલપંપ 5.28કરોડ, શાહ ઓટોમોબાઇલ્સ 6.48 કરોડ,બેનજેન ફ્યુલ લયુબ્સ 4.65કરોડ,અંકુર પેટ્રોલિયમ 3.77કરોડ,વેલુગામ ગેસોલીન 3.13કરોડ, હવેલી પેટ્રોલિયમ 2.89કરોડ, ખાનવેલ પેટ્રોલિયમ 2.19કરોડ, શુભમ પેટ્રોલિયમ 1.87કરોડ સહિત અન્ય સાતનો સમાવેશ થાય છે. આમ આ મામલે હવે તંત્ર એ ભીંસ વધારતા કેટલા ટેક્સ ની વસુલાત થાય છે તેતો સમય જ બતાવશે.
