સંઘપ્રદેશ દાનહમાં કોરોના એ હાહાકાર મચાવી દીધો છે અને છેલ્લા બે દિવસમાં જ 51 કેસ નોંધાયા છે. અહીં કોરોનાનો કુલ આંકડો 423 થયો છે ,બંને પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ કેસ 812 થઇ ચુક્યા છે.ત્યારે સેલવાસ સબ જેલ માં ફરજ બજાવતા જવાન નો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા ભારે દોડધામ મચી છે અને જેલ ના અન્ય 16 કેદીઓ નું પરીક્ષણ કરી તેઓને કોરોન્ટાઇન કરી દેવાયા હતા.
દમણ અને દાનહમાં પ્રશાસનની સંક્રમણ રોકવામાં નિષ્ફળ ગયુ છે. દાનહ સેલવાસના IAS મહિલા ટ્રેની અધિકારી સહિત કલેક્ટર કચેરી ના વધુ ચાર કર્મચારીઓ પણ કોરોના પોઝીટીવ આવ્યા છે અહીં અગાઉ પીએ નો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ 2 દિવસ કચેરી બંધ રાખવાની ફરજ પડી હતી.
સેલવાસમાં નવા આવેલા 23 કેસમાં 12 ઇનફ્લુએન્ઝા પેશન્ટ છે. 5 કેસ નવા રેન્ડમ સ્ક્રિનિંગમાં મળ્યા છે. 1 કેસ લો રીસ્ક કોન્ટેક્ટમાં આવેલો છે.5 કેસ હાઈ રિસ્ક કોન્ટેક્ટમાં આવેલા છે.3 દર્દી રીકવર થતા રજા આપવામાં આવી છે.બીજી તરફ દમણમાં 14 કેસ આવતા 11 કન્ટાઇમેન્ટ જાહર કરાયા છે.
આમ દાનહ માં કોરોના વકરતા લોકો માં ભારે દહેશત નો માહોલ છવાયો છે ત્યારે તંત્ર સિરિયસ બની ધ્યાન આપે તે જરૂરી બની ગયું છે.
