ધરમપુર નગરપાલિકા ના વોર્ડ ૨ માંથી ચૂંટાયેલા કોંગ્રેસી સભ્ય હીનલભાઈ ગરાસિયા કે જેઓ પાલિકાની સામન્ય સભામાં છેલ્લા ચાર વખત ગેર હાજર રહેતા જિલ્લા કલેકટરે ગુજરાત નગરપાલિકા અધિનિયમ -૧૯૬૩ની કલમ ૩૯ ની જોગવાઈ મુજબ સભ્યપદ રદ કરવાનો હુકમ કરતા કોંગ્રેસી છાવણી માં સોપો પડી ગયો છે.
ધરમપુર નગરપાલિકા ની ૨૪ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ૨૪ માંથી ૧૪ જેટલી બેઠકો અને કોંગ્રેસે ૧૦ બેઠકો પ્રાપ્ત કરી હતી જેથી વિરોધપક્ષ મજબૂત સ્થિતિ માં હતો. જોકે વોર્ડ ૨ માં કોંગ્રેસ માંથી ચૂંટાયેલા સભ્ય હીનલભાઈ ઠાકોરભાઈ ગરાસિયા કે જેઓ પાલિકાની સામાન્ય સભામાં છેલ્લા ચાર વખત ગેરહાજર રહેતા જિલ્લા કલેકટર આર.આર. રાવલે ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ ૧૯૬૩ ની કલમ ૩૯ ની જોગવાઈ મુજબ સભ્યપદ રદ કરવાનું હુકમ આપતા ચકચાર મચી જવા પામી હતી.
બીજી તરફ વોર્ડ નંબર ૨ ની આ બેઠકની ચૂંટણી જાહેર થાય તો આમ આદમી પાર્ટી પણ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારશે એમ ધરમપુર ખાતે આપ ના વલસાડ જિલ્લા ઉપપ્રમુખ સુરેશ પટેલે જણાવ્યું છે. ગત ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો જ્યારે ચૂંટણી થાયતો ત્રિપંખોયો જંગ ખેલાશે. ત્યારે આ બેઠકની ચૂંટણી ભારે રસાકસી ભરી થશે ચૂંટણી થાયતો આ બેઠક કોંગ્રેસ જાણવી રાખશે કે પછી ભાજપ આ બેઠક આંચકી લેશે કે આમ આદમી પાર્ટી આ બેઠક જાતિ પગરણ કરશે એવી ચર્ચા ઓ સાથે રાજકીય વર્તુળમાં જોર પકડ્યું છે.
