વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલી વનસેવા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના મંડળને દૂર કરવા સહિત જર્જરિત બિલ્ડીંગના નવા બાંધકામ માટે હવે આરપાર ની લડાઈ લડી લેવા સજ્જ બન્યા છે અને આંદોલન ચાલુ રાખ્યું છે અગાઉ આ મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી ન થતાં તેમણે છેવટે મામલતદાર કચેરીએ મૌન ધરણાં પ્રદર્શન કરી વિરોધ કર્યા બાદ હવે કોલેજ ના પટાંગણ માં ઉપવાસ આંદોલન ચાલુ રાખ્યું છે.જ્યાં સુધી માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ મહાવિદ્યાલય ખાતે મૌન ધારણ કરી વિરોધ કરતા રહેશે તેમ નક્કી કરતા મામલો હવે ગરમાયો છે.
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલી વનસેવા મહાવિદ્યાલના જર્જરિત મકાનને લઈને સ્ટુડન્ટ પાર્લામેન્ટ દ્વારા મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારમાં ઘણા વર્ષોથી માંગ કરવામાં આવતી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મહાવિદ્યાલયમાં કપરાડાના માજી ધારાસભ્ય માધુભાઈ રાઉત પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે તેમછતાં હજુ સુધી ઉકેલ નહિ આવતા આખરે વિદ્યાર્થીઓ એ આંદોલન નું શસ્ત્ર ઉગામયુ છે.
વલસાડ જિલ્લા ના ધરમપુર તાલુકાના વનસેવા મહાવિદ્યાલયના વિધાર્થીઓની ગાંધી ચિધ્યા માર્ગે મોંન ધરણા પ્રદશન રાત ભર ચાલુ રાખ્યું વિધાર્થીઓ દિવસ દરમિયાન મામલતદાર ઓફીસ ની બહાર ધરણા પર બેસી આવેદન પત્ર આપી બાદ રાત્રી દરમિયાન પણ કોલેજ ના પટાંગણમાં ધરણા કરી વિરોધ ચાલુ રાખ્યો છે. વન સેવા મહાવિદ્યાલય જે વીર નર્મદ યુનિવર્સિટી જોડે સનલગ્ન છે અને એ મહાવિદ્યાલય ના વિધાર્થીઓ દ્રારા સત્યાગ્રહ પર બેનરો સાથે ધરણા પર બેઠા હતા દિવસ ભર બાદ રાત્રી ના પણ કડકડતી ઠડી માં વિદ્યાર્થીઓએ પોતાનો આંદોલન ચાલુ રાખ્યું છે. રાત્રે 2 વાગે સત્ય ડે ન્યૂઝ ની ટીમ આંદોલન સ્થળે પહોંચી ત્યારેપણ વિદ્યાર્થીઓ ભૂખ્યા તરસ્યા વાલી ઓ સાથે ઠંડી માં પણ ધરણા કરી વિરોધપ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.
