પારડી પોલીસ મથકમાં અત્યારસુધી પીએસઆઇથી કારભાર ચાલતો હતો પણ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ રાજ્ય સરકાર ને પારડી પોલીસ મથકમાં પી.આઈનું પોસ્ટિંગ આપવા તથા સ્ટાફ વધારવા માટેની દરખાસ્ત મંજુર થતા હવે પીઆઈનું પોસ્ટિંગ ફાળવવામાં આવ્યું છે. પી.આઈ તરીકેની પ્રથમ પોસ્ટિંગ સુરતથી મયુર પટેલની નિમણૂંક કરવામાં આવી છે,મહત્વનું છે કે મયુર પટેલ આજ પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે બજાવી ચૂક્યા છે
પારડી શહેર અને 53 ગામોની 2 લાખ થી વધુ વસતીના હદ વિસ્તારમાં આવતા પારડી પોલીસ મથકમાં હવે એક પી.આઈ અને બે પી.એસ.આઈ જવાબદારી સંભાળશે. પીઆઇની પોસ્ટીંગ તથા 2 પીએસઆઇથી કામની વહેંચણી થતાં તાલુકાના લોકોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનશે બીજી તરફ પરડીમાં ક્રાઇમની ઘટનાઓ સાથે સાથે સંઘ પ્રદેશ બોર્ડર ઉપર પાતળિયા ચેકપોસ્ટ અને નેશનલ હાઇવે ના બગવાડા ટોલ બુથ ખાતે પોલીસની જવાબદારી વધી જતી હોય પારડી પોલીસમાં ફાળવવામાં આવેલા વધારાના સ્ટાફને લઈ હવે ભારણ ઘટશે અને ક્રાઇમરેટ ઘટશે તેમ મનાઈ રહ્યું છે.
બુધવાર, જુલાઇ 9
Breaking
- Breaking: રાષ્ટ્રવિરોધી સામગ્રી પર સરકાર લેશે કડક પગલાં!
- Breaking: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપી શકે છે રાજીનામું
- Breaking: વિજય દેવેરાકોંડા વિવાદમાં ફસાયા: SC/ST એક્ટ હેઠળ FIR, માફી પછી પોસ્ટ ડિલીટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર