વલસાડ જિલ્લામાં પારડી તાલુકાના ગોઈમાં ગામના તળાવ ફળિયામાં બોર માંથી લોકો કેમિકલ વાળુ લાલ કલરયુક્ત પાણી વાપરવા મજબુર બની ગયા છે,કેમિકલને કારણે ભૂગર્ભ જળ નું સત્યાનાશ વાળી દીધું છે છતાં જવાબદારો સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી.
ભર ઉનાળે લોકો આવું ગંદુ અને કેમિકલ વાળુ પાણી વાપરવા મજબૂર બની ગયા છે.
આ અંગે અનેક વાર રજુઆત છતાં કોઈ ઉકેલ નહિ આવતા લોકો હવે કોને ફરિયાદ કરીએ તો આનું નિરાકરણ આવે તેવી અવઢવમાં મુકાયા છે.
વલસાડ જિલ્લાના ગોઈમાં ગામના તળાવ ફળિયામાં રેહતા સ્થાનિકો છેલ્લા બે થી ત્રણ વર્ષ થી પરેશાન છે. કોરોના સમયે ગોઈમાં ગામના કૌશિક નામક રહીશ દ્વારા જમીન પુરાણ માં વાપી તેમજ પારડી GIDC થી કેમિકલ વેસ્ટ લાવી નાખ્યું હતું જે બે થી ત્રણ વર્ષ બાદ જમીન માં પચતા આજુબાજુ માં ફળિયાના બોરિંગ ના તળિયા ખરાબ થઈ ચૂક્યા હોવાનું લોકો નું પ્રાથમિક તારણ છે પણ તેમાં કોઈ તપાસ નહિ થતા ઉકેલ આવતો નથી.આવું પાણી વાપરતા તેઓ ને ખજવાળ જેવી બીમારી શરૂ થઈ હતી જેથી હવે પાણી લેવા બીજે ગામ જવું પડે છે.
સ્થાનિકો ના કેહવા પ્રમાણે ફળિયાના અનેક બોરિંગ ખરાબ થઈ ચૂક્યા છે અને ખતરો પણ ખરાબ ચુક્યા છે.બોરીગ શરૂ કરતાં જ લાલ કલર વાળુ પાણી નીકળવા નું શરૂ થઈ જાય છે.
હાલ તો લોકો એ પાણી ને પીવા માટે ઉપયોગ નથી કરતા પરંતુ મહિલાઓ ઘરના બીજા કામો માં આ પાણીનો વપરાશ કરતા હોવાથી શરીરે ખાજવાળ જેવી બીમારી થી પરેશાન છેઅને પીવાનું પાણી લેવા માટે લોકો એ બીજે ફળિયા અને બીજે ગામ જવા મજબુર બન્યા છે.
ત્યારે લાગતા વળગતા તંત્રના અધિકારી ઓ આ બાબતે ધ્યાન આપી તપાસ કરે તો અનેક રહસ્યો ખુલી શકે છે….