બીલીમોરા ટુ વધઇ નરોગેજ ટ્રેઇન રેલવે વિભાગ દ્વારા બંધ કરી દેવાતા અસંખ્ય લોકો ને મુશ્કેલી ઉભી થઇ શકે છે.ખાસ કરીને આ ટ્રેન ફેરિયા,વિદ્યાર્થીઓ અને શાકભાજી વેંચતા ફેરિયાઓ માટે વર્ષો થી આર્શિવાદરૂપ હતી.વર્ષો થી બીલીમોરા-વઘઇ જતી આ ટ્રેન અહીંના સ્થાનિક લોકો માટે ખુબજ જાણીતી અને પોતીકું પણું ધરાવતી હતી અને જૂના સ્મરણો જોડાયેલા હતા.આ ટ્રેન બંધ કરવાના નિર્ણય ને પગલે નાના ફેરિયા,શાકભાજી ના ધંધા સાથે સંકળાયેલા લોકો માં ખુબજ નારાજગી જોવા મળી રહી છે અને તેઓ માં ચિંતા પ્રસરી ગઈ છે તેઓના ધંધા ઉપર અસર થશે અને રોજીરોટી છીનવાઇ જતા તેઓ માં ચિંતા છવાઈ છે.
